બંધ કરો

ડી.આઇ.એલ.આર

જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વલસાડ

જિલ્લા નિરીક્ષક જમીન દફતર વલસાડ કચેરી સને ૨૦૦૮-૨૦૦૯ થી કાર્યરત છે.

ડી.આઇ.એલ.આર કચેરીની કામગીરી:

 • ખેડૂત ખાતેદારની અરજી આવ્યેથી સર્વેયર દ્વારા ફીલ્ડમાં જઈ ખેતરની માપણી કરાવવી.
 • જમીન સંપાદનની માપણી કામગીરી કરવી.
 • કમી જાસ્તી પત્રક (કે.જે.પી.) બનાવવું.
 • કોર્ટ કેસોની માપણી કરવી
 • વિવાદવાળા કેસોની માપણી કરવી.
 • ભાઇઓ ભાગે ભાગ પાડવા હોઇ તેની માપણી કરવી. (પોત-હિસ્સા)
 • એકત્રિકરણ,હિસ્સા કેસોની માપણી કરવી. માપણી આધારે ફેરેફાર થતો હોઇ દુરસ્તી કરી અને રેકર્ડમાં સુધારા કરવા.
 • તાબાના કર્મચારીઓ દ્વારા માપણી કરેલ કેસોની ચકાસણી કરવી.
 • બિનખેતીના હુકમો આધારે એન.એ.પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી.
 • એજન્સીઓ દ્વારા ગામથણ માપણી કરાવી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાવવા.
 • હાલમા ચાલતી રી-સરવેની કામગીરીમાં લોકોની અરજી (વાંધાનો) અન્વયે મપણી કરી તેની દરખાસ્ત બનાવી સુપ..લે.રે.કચેરી. મોકલાવી.

સરનામુ:-જિલ્લા મોજણી સેવા સદન,બીજા માળે,સર્કિટ હાઉસની પાછળ, હાલર રોડ,વલસાડ,૩૯૬૦૦૧

ફોન નં ૦૨૬૩૨-૨૪૫૭૦૩

ઇમેઇલ :- dilr-val[at]gujarat[dot]gov[dot]in