બંધ કરો

કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, વલસાડ

Collectorsir

કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, વલસાડ

  • Duration: Current
  • Allotment Year: 2011
  • સેવા: IAS
  • ઇમેઇલ: collector-val[at]gujarat[dot]gov[dot]in

વર્ણન

કલેકટરશ્રીનો સંદેશો

મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.

કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.

શ્રી આયુષ સંજીવ ઓક, IAS
કલેક્ટર, વલસાડ

સત્તાની યાદી

ક્રમ નં. કલેક્ટરનું નામ જોડાવાની તારીખ કાર્યકાળની તારીખ
1 શ્રી એ.એમ. પટેલ 1-06-1964 31-03-1966
2 શ્રી આર.પી. પાર્થસારથી 20-04-1966 02-06-1969
3 શ્રી મૂસા રઝા 03-06-1969 01-09-1972
4 શ્રી ટી. ચલમ 18-09-1972 16-11-1973
5 શ્રી વી. વી. રામા સુબ્બા રાવ 17-11-1972 29-02-1976
6 શ્રી એ.કે. ચક્રવર્તી 16-03-1976 31-12-1978
7 શ્રી અવિનાશ કુમાર 01-01-1979 04-04-1979
8 શ્રી વિજય રંચન 05-04-1979 01-04-1980
9 શ્રી એ.આર. બેનર્જી 02-04-1980 14-12-1980
10 શ્રીમતી. સુધા આંચલિયા 27-01-1981 22-10-1981
11 શ્રીમતી. મૃદુલાબેન જી. વાશી 22-10-1981 24-09-1986
12 શ્રી પી.કે. ઠક્કર 25-09-1986 04-07-1988
13 શ્રી જી.આર. અલોરિયા 04-07-1988 30-04-1990
14 શ્રી ઓ. રવિ 30-04-1990 12-07-1993
15 શ્રી સી.એલ. મીના 12-07-1993 12-04-1995
16 કુમ. એસ. અપર્ણા 17-04-1995 02-02-1997
17 શ્રી એમ.ડી. માંકડ 02-02-1997 16-05-1998
18 શ્રી પંકજ કુમાર 16-05-1998 18-04-2002
19 શ્રી એલ. ચુઆંગો 19-04-2002 30-04-2003
20 શ્રીમતી. વત્સલા વાસુદેવ 30-04-2003 15-02-2005
21 શ્રી દિલીપ રાવલ 16-02-2005 05-08-2007
22 શ્રી ડી.એચ. બ્રહ્મભટt 06-08-2007 20-10-2007
23 શ્રી એમ.વી. જોષી 21-10-2007 01-04-2008
24 શ્રી આર.બી. દવે 02-04-2008 10-11-2009
25 શ્રી નલિન ઠાકર 11-11-2009 05-07-2011
26 શ્રી એલ.સી. પટેલ 06-07-2011 05-07-2012
27 શ્રી રૂપવંત સિંહ 06-09-2012 16-04-2013
28 શ્રી વિક્રાંત પાંડે 17-04-2013 24-02-2015
29 શ્રી રવિ કુમાર અરોરા, આઈ.એ.એસ. 25-02-2015 09-05-2016
30 સુશ્રી રેમ્યા મોહન મુથુદથ, આઈ.એ.એસ. 10-05-2016 29-04-2017
31 શ્રી સી. આર. ખરસાન, આઈ.એ.એસ. 30-04-2017 31-05-2022
32 શ્રી આર.આર.રાવલ, આઈ.એ.એસ. 01-06-2020 30-06-2021
33 સુશ્રી ક્ષિપ્રા એસ. અગ્રે, આઈ.એ.એસ. 01-07-2021 01-02-2024
34 શ્રી આયુષ સંજીવ ઓક, આઈ.એ.એસ. 02-02-2024