બંધ કરો

તિથલ દરિયા કિનારો, વલસાડ

તિથલનો દરિયા રમણીય સ્થળ તરીકે પ્રખ્યાત છે. એ ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલ અરબી સમુદ્રના તટ પર આવેલ છે. આ કિનારો તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે. તિથલનો દરિયા કિનારો દક્ષિણ ગુજરાતનો લોકપ્રિય પ્રવાશન સ્થળ છે. તિથલ દરિયા કિનારો તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

આ દરિયા કિનારો વલસાડ શહેર તેમજ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટશનથી ૪ કિમી. ના અંતરે આવેલ છે. રજાના દિવસે લોકો તેમના પરિવાર સાથે આ દરિયા કિનારે મુલાકાત તેમજ ફરવા માટે આવે છે. વલસાડનો તિથલ દરિયા કિનારો ભારતનો પ્રથમ દિવ્યાંગ – મૈત્રીપૂર્ણ (ખાસ વિકલાંગ) તરીકે પ્રખ્યાત થશે. આ દરિયા કિનારે ભારતીય નાસ્તા જેવા કે ભજીયા, દાબેલી, ભેલ, ચાટ મકાઇ, શેરડીનો રસ નારીયેલ પાણી વગેરેના વેચાણની દુકાન ધરાવે છે.

ફોટો ગેલેરી

  • તિથલ
  • તિથલ દરિયાકિનારો
  • સૂર્યાસ્ત તિથલ

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ (BL)

માર્ગ દ્વારા

બસ સ્ટેશન: વલસાડ