બંધ કરો

વિલ્સન હિલની ટેકરીઓ, ધરમપુર,વલસાડ

વિલ્સન હિલ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ હિલ સ્ટેશનોમાનું એક સ્ટેશન છે. આ સ્થળ વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં આવેલ છે. હાલમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ પ્રોજેક્ટ પણ અહીં વિચારવામાં આવેલ છે. જો તમે ઉનાળાની ઋતુ દરમ્યાન અહીં આવો તો ઠંડા હવામાન અને અહીંની સ્થાનિકા પ્રખ્યાત કેરી અને વાનગીઓનો સ્વાદ માણી શકાય છે. આ હિલ સ્ટેશનની નજીક ગીચ જંગલમાં પંગારબારી ગામે વન્ય જીવન અભ્યારણ આવેલ છે.
આ હિલ સ્ટેશનની એવરેજ ઊંચાઇ ૭૫૦મી (૨૫૦૦ ફૂટ) છે. આ સ્ટેશન ધરમપુર તાલુકાથી ૨૭ કિમી દુર છે. આ સ્થળ આંનદ ઉલ્લાસ તેમજ આજુબાજુના રંગબેરંગી કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. જે લોકો ને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તીઓમાં રસ હોય તેમના માટે આ શ્રેષ્ઠ પૈકીનું એક સ્થળ છે.

ફોટો ગેલેરી

  • વિલ્સન હિલ , ધરમપુર
  • ચોમાસા માં વિલ્સન હિલ
  • વિલ્સન હિલ , ધરમપુર
  • વિલ્સન હિલ , ધરમપુર

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ (BL)

માર્ગ દ્વારા

બસ સ્ટેશન: વલસાડ, ધરમપુર