બંધ કરો

સાંઇ મંદિર, તીથલ, વલસાડ

પરમ પૂજ્યશ્રી સાંઇબાબાનું મંદિર વલસાડ તિથલના દરિયા કિનારે આવેલુ છે. આ મંદિર બાંધવા માટે તેમના દયામય ભક્ત શ્રી રમણલાલ છગનલાલ પાનવાલાને પ્રેરણા મળી હતી. આ મંદિર ઇ.સ. ૧૯૮૨ માં આરસપાહાણના પત્થરોનો ઉપયોગ કરી બાંધવામાં આવેલ હતુ તેમજ તેની સ્થાપના કરવામાં આવેલ હતી આ મંદિરની દિવાલ ઉપર “શ્રધ્ધા અને સબુરી” એમ બે શબ્દો લખવામાં આવેલ છે. “શ્રધ્ધા શબ્દોનો અર્થ વિશ્વાસ અને સબુરી શબ્દોનો અર્થ શાંત એમ થાય છે.” આ મંદિર માટે લોકોને ખૂબ જ આસ્થા છે. આ કારણોસર આ મંદિરની લોકપ્રિયતા દિવસો દિવસ વધી રહી છે. દર ગુરૂવારે આ મંદિરે ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. અહિ દર ગુરૂવારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.

ફોટો ગેલેરી

  • શ્રી સાંઈ બાબા મંદિર, વલસાડ

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ (BL)

માર્ગ દ્વારા

બસ સ્ટેશન: વલસાડ