બંધ કરો

સ્વામીનારાયણ મંદિર, તીથલ, વલસાડ

તિથલ દરિયાના કિનારે આવેલ સ્વામીનારાયણ મંદિર વલસાડથી ૧.૬ કિમી ના અંતરે સ્થિત થયેલ છે. મંદિરનું બાંધકામ ઉત્કૃષ્ટ હાથ કોતરણી તેમજ આરસપહાણના પત્થરો દ્વારા કરવામાં આવેલ છે. આ મંદિર ભગવાન સ્વામીનારાયણને સમર્પિત છે. આ મંદિરનું સંચાલન બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બી.એસ.પી.એસ.) દ્વારા કરવામાં આવે છે. આ મંદિરમાં “સ્વામીનારાયણ”, “શ્રી ઘંશ્યામ મહારાજ”, “શ્રી ગુણાતીતાનંદ સ્વામી”, “શ્રી હરી કૃષ્ણ મહારાજ” , “શ્રી કૃષ્ણ ભગવાન”ની પ્રતિમાઓનું પૂજન કરવામાં આવે છે.

ફોટો ગેલેરી

  • સ્વામિનારાયણ મંદિર

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ (BL)

માર્ગ દ્વારા

બસ સ્ટેશન: વલસાડ.