બંધ કરો

નારગોલ દરિયા કિનારો, ઉમરગામ, વલસાડ

ગુજરાતના વલસાડ જિલ્લાનાં, મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલ એક મનમોહક દરિયાકાઠોં ધરાવતું ગામ છે. અહીં દેશવિદેશથી જાતભાતનાં પક્ષીઓ આવે છે. નારગોલથી નજીક સંજાણ ગામે પારસીઓની સૌથી જુની અગિયારી આવેલ છે. જ્યાં અગિયારીની સ્થાપનાથી ઇરાનથી લાવેલ અગ્નિ પ્રજ્વલિત છે.
દેશવિદેશથી આવતા પ્રવાસીઓ આ અગિયારી તેમજ નારગોલના દરિયા કિનારાની મુલાકાત અવશ્ય લે છે. આ સ્થળ વલસાડ શહેર થી ૬૨ કિમી દુર તથા તાલુકા ઉમરગામ મુખ્ય મથકથી ૧૬ કિમી ના અંતરે આવેલ છે. આ સ્થળથી નજીક ઉમરગામ ગામે વૃંદાવન સ્ટુડિયો આવેલ છે. જ્યાં ટીવી સિરીયલો તેમજ ફિલ્મનું શુટીંગ અવરનવર થયા જ કરી છે.

ફોટો ગેલેરી

  • નારગોલ બીચ
  • નારગોલ
  • ઉમરગામ
  • નારગોલ બીચ

કેવી રીતે પહોંચવું :

વિમાન દ્વારા

દેશના અન્ય મોટા શહેરોમાંથી વલસાડ સુધી કોઈ નિયમિત ફ્લાઇટ્સ નથી. સૌથી નજીકનું હવાઈ મથક સુરત એરપોર્ટ (STV) છે જે 99 કિ.મી દૂર છે અને મુંબઇ એરપોર્ટ (BOM) આશરે 186 કિ.મી. છે.

ટ્રેન દ્વારા

વલસાડ રેલ્વે સ્ટેશન એ મુખ્ય રેલ્વે સ્ટેશન છે, અને આ શહેરને અન્ય મોટા શહેરોમાં જોડે છે. રેલ્વે સ્ટેશન: વલસાડ (BL), ઉમરગામ(UBR)

માર્ગ દ્વારા

બસ સ્ટેશન: વલસાડ, નારગોલ