શિક્ષણ
વલસાડ જિલ્લો એ તા.૧ લી મે ૧૯૬૦ માં ગુજરાત રાજયની સ્થાપના થઈ,ત્યારે તે સુરત જિલ્લાનો ભાગ ગણાતો હતો. તા.૧ લી જુન ૧૯૬૪ થી સુરત જિલ્લાનું વિભાજન થતાં વલસાડ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો.પરંતુ તા.ર જી ઓકટોબર ૧૯૯૭ નાં રોજ વલસાડ જિલ્લાનું વિભાજન થતાં વલસાડ અને નવસારી એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવ્યાં હતાં.વલસાડ જિલ્લામાં ઉમરગામ,પારડી,ધરમપુર અને વલસાડ એમ ચાર તાલુકાનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ તા.૧પ મી ઓકટોબર ૧૯૯૭ નાં રોજ ધરમપુર તાલુકાનું વિભાજન થતાં કપરાડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. આ રીતે વલસાડ જિલ્લાનાં પાંચ તાલુકાઓ આસ્તિત્વમાં આવ્યા. ત્યાર બાદ પારડી તાલુકાનું વિભાજન થતા વાપી તાલુકો અસ્તિત્વમાં આવ્યો. આ રીતે હાલમાં કુલ છ તાલુકા વલસાડ જિલ્લામાં સામેલ છે. આ છ તાલુકાઓમાં આવેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,વલસાડ સંચાલિત કુલ્લે ૯૮૫ પ્રાથમિક શાળાઓ નાં બાળકોની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલન,બાળકો માં શૈક્ષણિક જ્ઞાન ની સાથે સાથે તેઓનો માનસિક તથા શારીરીક વિકાસ વધે તે માટેની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન,શાળામાં કામ કરતાં વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો / શિક્ષિકાઓ તરફથી બાળકોને મળતું શિક્ષણ અંગે નું મોનીટરીંગ, શિક્ષકોનાં પ્રશ્નો,તેઓનો પગાર,બદલી વિગરેને કામગીરી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ મારફત કરવામાં આવે છે. વધુમાં શાળાઓનાં ઓરડા, શૌચાલયો, પાણીની સુવિધા જેવી પાયાની ભૌતિક સુવિધાઓ દરેક શાળા સુધી પહોંચે તેવી તમામ પ્રવૃત્તિઓ આ કચેરી દ્વારા કરવામાં આવે છે.
તાલુકા વાઈઝ (તા.૨૧/૦૭/૨૦૧૮ અંતિત) પ્રાથમિક શાળાઓની માહિતી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી, વલસાડ જોવા માટે અહીં ક્લિક કરો [PDF,71KB]
જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ની વધુ માહિતે જોવા માટે અહીં ક્લિક કરો જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી