DBIM Home 1 (GU)

જિલ્લા વિશે

       વલસાડ જિલ્લો દક્ષિણ ગુજરાતનો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી વૈવિધ્યથી સમૃદ્ધ જિલ્લો છે, જે અરબી સમુદ્રના કિનારા અને સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે આવેલો છે. જિલ્લાની ઓળખ સંજાણ ખાતે પારસી સમુદાયના ભારતમાં આગમન, ઉદવાડાના પવિત્ર આતશ બહેરામ, ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈના જન્મસ્થળ, વલસાડી હાફૂસ કેરી, ચીકુ, વલસાડી સાગ તથા વાપી-અતુલના ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલી છે. તીથલ અને નારગોલના દરિયાકિનારા, પારનેરા ડુંગર, વિલ્સન હિલ્સ, બરુમાળ, બિલપુડી અને શંકર ધોધ જેવા પ્રવાસન સ્થળો જિલ્લાની કુદરતી સુંદરતામાં વધારો કરે છે. ધરમપુર અને કપરાડા જેવા પૂર્વીય તાલુકાઓમાં આદિવાસી વસ્તીનું વિશેષ પ્રાધાન્ય છે, જ્યાં વારલી, કોકણા, ધોડિયા અને નાયકડા જેવી જનજાતિઓની લોકસંસ્કૃતિ, તારપા નૃત્ય, વારલી ચિત્રકળા, લોકગીતો અને પરંપરાગત જીવનશૈલી આજે પણ જીવંત છે. દરિયો, ડુંગર, જંગલો, આદિવાસી પરંપરા, પારસી વારસો, કૃષિ, બાગાયત અને ઔદ્યોગિક વિકાસનો અનોખો સંગમ વલસાડ જિલ્લાને દક્ષિણ ગુજરાતની વિશિષ્ટ ઓળખ આપે છે.

Scenic view of the district highlighting its cultural heritage

Explore Your District

Discover the beauty, culture, and heritage of our district.

Citizen Services

Capture the Moments

  • Partner 1
  • Partner 2
  • Partner 3
  • Partner 4
  • Partner 5
  • Partner 6